જો એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો પૈસા તાત્કાલિક પાછા નહીં આવે તો નુકસાન કેવી રીતે મેળવવું?

ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવા પર પૈસા પરત ના મળે તો કરો આ કામ, બેંક આપશે દરરોજના 100 રૂપિયા

શું તમારી સાથે પણ ક્યારેય એવું થયું છે કે ઓનલાઇન વ્યવહાર નિષ્ફળ ગયો છે? પણ તમારા પૈસા પાછા ન આવ્યા હોય? જો થયું હોય તો, ગભરાવાની જરૂર નથી. આ સમસ્યા ફક્ત તમારી સાથે જ નથી. આવી ફરિયાદો દરરોજ બેંકોમાં આવે છે. તેથી જ આજે અમે તમને આને લગતા કેટલાક નિયમો વિષે જણાવવા જઈ રહ્યા છીએ…

image source

આવા કિસ્સાઓમાં, ખાતામાંથી કાપતી રકમ તરત જ બેંકને પરત કરવાની રહેશે. જો ફરિયાદ નોંધાયાના સાત દિવસની અંદર ગ્રાહકના ખાતામાં પૈસા ન આવે, તો કાર્ડ આપનાર બેંકે દરરોજ 100 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે.ફેલ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં આરબીઆઈના આ નિયમો 20 સપ્ટેમ્બર 2019 થી લાગુ થશે.

image source

મની કંટ્રોલ ન્યૂઝ અનુસાર, આ નિયમો બેંકો તેમજ એનબીએફસીને પણ લાગુ પડે છે પછી ભલે કોમ્યુનિકેશન લીંક ફેલ થાય,એટીએમમાં ​​રોકડ ન હોય, ટાઇમઆઉટ સેશન હોય. એટીએમ ​​કાર્ડમાં ફેલ ટ્રાંઝેક્શન અંગે આરબીઆઈના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. અન્ય બેન્કોના એટીએમમાં ​​પણ ટ્રાન્ઝેક્શન ફેલ થવાના કિસ્સામાં આ નિયમો લાગુ પડે છે.

image source

જો તમે તમારી બેંકના એટીએમ અથવા અન્ય બેંકના એટીએમમાં ​​કાર્ડનો ઉપયોગ કર્યો છે, જો ખાતામાંથી રોકડ કપાયા પછી પણ કેશ ન નીકળે તો કાર્ડ આપનાર બેંકને તાત્કાલિક બેંકમાં ફરિયાદ કરવી જોઈએ.નિયમો મુજબ, બેંકે તે સંબંધિત અધિકારીનું નામ અને ટેલિફોન નંબર,ટોલ ફ્રી નંબર,હેલ્થ ડેસ્ક નંબર એટીએમ બોક્સ પર ડિસ્પ્લે કરવો જરૂરી છે.

image source

જો ટ્રાંઝેક્શન નિષ્ફળ જાય છે, પરંતુ ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે, તો કાર્ડ જારી કરનાર બેંકોએ સાત દિવસની અંદર પૈસા પાછા જમા કરવાના રહેશે. આ દિવસની ગણતરી ફરિયાદ નોંધાવવાની તારીખથી ગણવામાં આવે છે.

image source

જો બેંકો સાત દિવસમાં સમસ્યા હલ કરવામાં સક્ષમ ન હોય, તો નિયમ એ છે કે વિલંબ માટે તેમને દરરોજ 100 રૂપિયા દંડ ચૂકવવો પડશે. તેમને નુકસાનની રકમ ગ્રાહકના ખાતામાં બિનશરતી રીતે જમા કરવાની રહેશે.

image source

જો ફરિયાદનું સમયસર સમાધાન ન થાય તો ગ્રાહક બેંકનો જવાબ પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર બેંક મેનેજરને ફરિયાદ કરી શકો છે. જો તમે બેંકના જવાબથી સંતુષ્ટ ન હોવ અથવા બેંક તમને જવાબ ન આપે તો તમે બેંકના ઉપરી અધિકારીને ફરિયાદ કરી શકો છો.

error: Content is protected !!