જાણો ક્યાં છે ટીવી પર કૃષ્ણની ભૂમિકા નિભાવનારા આ કલાકાર, ૨૦ વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ઓળખાણ ?

લોકો રામાયણ અને મહાભારતને જોઈને ખૂબ જ ખુશ છે. હવે ચાહકો તેમના જૂના શ્રી કૃષ્ણને પણ પડદા પર ફરી એકવાર જોવા માટે ઉત્સાહિત છે. રામાનંદ સાગરના શ્રી કૃષ્ણને તે સમયે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તે શો માં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતાને લોકો આજે પણ ભૂલી શક્યા નથી. તમને જણાવી દઈએ કે કયા અભિનેતાએ શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને આજકાલ તેઓ ક્યાં છે.

image source

રામાનંદ સાગરના શ્રી કૃષ્ણમાં ભગવાન શ્રી કૃષ્ણને પડદા પર લાવનાર અભિનેતાનું નામ સર્વદમન ડી બનર્જી છે. તેમની કૃષ્ણની ભજવેલી છબી આજે પણ લોકોના હૃદયમાં હાજર છે. ચાહકો આજે પણ કૃષ્ણ ના રૂપે સર્વદમનને યાદ કરે છે. તે જે રીતે શ્રી કૃષ્ણ બનીને હસતાં હતા અને રૂક્મણીને વાતો સમજાવતા હતા. તે પ્રેક્ષકોને ખુબ પસંદ આવતું હતું. તેણે પોતાનું પાત્ર એટલું સુંદર ભજવ્યું હતું કે લોકો તેમને શ્રી કૃષ્ણ સમજી ને પૂજવા લાગ્યા હતા.

Here's how Sarvadaman D. Banerjee looks now

image source

સર્વદમનનો જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫ ના રોજ ઉન્નાવના મગરવાડામાં થયો હતો. કાનપુરથી તેમની સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી સર્વદમને પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ માંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. સર્વદમનને શરૂઆતથી જ અભિનેતા બનવાનો શોખ હતો. તેમણે પડદા પર શ્રી કૃષ્ણની ભૂમિકા સૌથી વધુ ભજવી હતી. તેમણે અર્જુન, જય ગંગા મૈયા અને ઓમ નમઃ શિવાય જેવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો. જો કે આ સિરીયલોમાં પણ સર્વદમને વિષ્ણુ અને કૃષ્ણ ભગવાન ની ભૂમિકા ભજવી હતી.

image source

નાના પડદા સિવાય એમણે ફિલ્મોમાં પણ પોતાનું કરિયર આગળ વધારવાનો પ્રયાસ કર્યો. તેમાં સ્વામી વિવેકાનંદ અને આદિ શંકરા જેવી ફિલ્મો છે. આ સિવાય તેણે અનેક બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઘણા વર્ષો પછી સર્વદમન ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી માં પણ જોવા મળ્યા હતા. તેમણે પડદા પર ભૂમિકાઓ તો ઘણી ભજવી હતી, પરંતુ તેને શ્રી કૃષ્ણ ના રૂપ માં જ સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા.

Ramanand sagar's Shri krishna providing free education to slum ...
image source

એક સમય એવો પણ આવ્યો જ્યારે સર્વદમને પોતાને ટેલિવિઝન અને ફિલ્મ જગતથી દૂરી બનાવી લીધી. આજકાલ સર્વદમન લાઇમલાઇટની દુનિયાથી દૂર ઋષિકેશ માં છે અને ત્યાં એક મેડિટેશન કેન્દ્ર ચલાવી રહ્યા છે. એક ઈન્ટરવ્યું માં તેમણે કહ્યું હતું કે મેં કૃષ્ણા સિરીયલમાં કામ કરતી વખતે જ તે નક્કી કર્યું હતું કે હું ૪૫-૪૭ વર્ષની ઉમર સુધી જ કામ કરીશ. આ પછી મને મેડિટેશન મળ્યું અને હવે હું ૨૦ વર્ષથી તે જ કરી રહ્યો છું.

image source

અમે તમને જણાવી દઈએ કે સર્વદમન પહાડ ની વાડીઓ માં મેડિટેશન કેન્દ્ર ચલાવે છે. અહીં લોકો પ્રકૃતિની વચ્ચે મેડિટેશન કરે છે અને પોતાના મનને શાંત કરે છે. માત્ર આટલું જ નહીં પડદાના શ્રીકૃષ્ણ એક એનજીઓ પણ ચલાવે છે, જેનું નામ પંખ છે. આ એનજીઓ હેઠળ તે આશરે ૨૦૦ બાળકોના શિક્ષણની સંભાળ રાખે છે. આ સાથે તેઓ ૫૦ ગરીબ મહિલાઓને વધુ સારું જીવન જીવવા ને લાયક બનાવવા માટે  કામ ની તાલીમ પણ પૂરી પાડે છે.

error: Content is protected !!