ઘરે બેઠા આ રીતે ચમકાવો ત્વચા, અપનાવો આ સરળ ઉપાય, પાર્લર જવાની પણ જરૂર નહિ રહે

હાલમાં દરેક પાર્લર અને સલુન સહીત બધીજ શોપ અને દુકાનો બંધ છે ત્યારે ઘણા લોકો ને એક ચિંતા સતાવતી હશે કે આવામાં પોતાના ચેરની સંભાળ કેવી રીતે રાખવી. દેશભરમાં લોકડાઉન છે. એવામાં ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. પાર્લર તો જઇ શકતા નથી. તો તમે ઘરમાં રહીને જ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. આજે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેપ કરવા જઇ રહ્યા છે. તે ઘરમાં પડેલી વસ્તુઓથી આ ઉપાય કરી શકો છો. તો આવો જોઇએ કયા ઉપાય છે જેનાથી તમે ઘરમાં રહીને ચહેરાની ચમકમાં વધારો કરી શકશો.

image source

૧.  લૉકડાઉનના કારણથી ઘરમાં ઘણી ઓછી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે ફેશિયલ માટે તમે ઘરમાં પડેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ માસ્ક બનાવવા માટે તમારે કોકો પાવડર અને દહીંનો ઉપયોગ કરી શકો છો.

૨.  એન્ટી ઓક્સિડેન્ટ્સ અને વિટામીન્સથી ભરપૂર આ માસ્ક તમારી ત્વચાને પોષણ આપશે. સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાની સાથે તેમા રહેલા એન્જાઇમ્સ સ્કિનની હેલ્થને સારી બનાવશે.

image source

૩. આ માસ્ક ઘરે સહેલાઇથી બનાવી શકાય છે. તેના માટે બે ચમચી કોકો પાવડરને કોઇ સ્ટીલની વાટકી કે વાસણમાં લો અને ધીમી આંચ પર ગરમ કરી લો. જ્યારે તે પીગળી જાય એટલે તેમા એક ચમચી દહીં મિક્સ કરી લો. તેને યોગ્ય રીતે મિકસ કરીને એક ક્રીમી પેસ્ટ બનાવી લો.

૪. હવે આ મિશ્રણને એક અન્ય બાઉલમાં લઇને ઠંડુ કરવા માટે મૂકી દો. હવે ચહેરાને પાણીથી સાફ કરી લો. ત્યાર બાદ આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. હળવા હાથથી ચહેરા પર મસાજ કરો.

૫. આ મિશ્રણને 20-30 મિનિટ માટે લગાવી રાખો અને બાદમાં હળવા નવશેકા પાણીથી સાફ કરી લો. તમને થોડાક દિવસ આ ઉપાય કરવાથી ફરક જોવા મળશે.

error: Content is protected !!