આટલી વસ્તુઓથી રહો સાવધાન, થાય છે તેનાથી ત્વચાને નુકશાન

આ જગતના આપણી આસપાસના અને આપણને સ્પર્શતા બધા જ પરિબળો આપણી ચામડી પર કોઈને કોઈ અસર કરે છે. એ રીતે જોતાં મુખ્યત્વે કયાં કયાં પરિબળો આપણી ચામડીને સૌથી વધારે લાભ કે હાનિ કરે છે એ જોઈએ.

image source

૧. વધારે પડતું ગરમ અથવા ઠંડું પાણીઃ વધારે પડતું ગરમ અથવા ઠંડું પાણી પણ ત્વચા માટે નુકસાન કારક છે. વધારે ગરમ પાણીના પ્રયોગથી ત્વચાની સંવેદના સમાપ્ત થઈ જાય છે. જ્યારે વધારે પડતું ઠંડું પાણી ત્વચાને મળતા રક્ત અને ઓક્સિજનના પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન કરે છે. જેના કારણે ત્વચા સુકાવા લાગે છે.

 

image source

૨. ચિંતાઃ અનાવશ્યક રૂપે પ્રત્યેક નાની નાની વાતોની ચિંતા કરવાથી પણ ત્વચાને હાનિ પહોંચે છે. અત્યાધિક ચિંતા કરવાથી ત્વચાની કાંતિ અને વર્ણમાં પરિવર્તન થતાં જોવા મળે છે. માટે વ્યર્થની ચિંતાઓથી બચવું જોઈએ. મનની શાંતિ ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.

image source

૩. પ્રદૂષણઃ વર્તમાન સમયમાં સર્વત્ર વિકરાળ સ્વરૂપ ધારણ કરનાર વાતાવરણનું પ્રદૂષણ પણ આપણી ત્વચાને વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. પ્રદૂષિત તત્ત્વો ચહેરા પર પરસેવા સાથે મળીને જામી જાય છે અને ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે. આ રજકણોના જામવાથી ત્વચાના અનેક રોગ ઉત્પન્ન થઈ શકે છે તેમજ ત્વચાનું કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે.

image source

૪. આહારઃ આપણો આહાર ત્વચાને સૌથી વધારે પ્રભાવિત કરે છે. એ ત્વચાને હાનિ અથવા લાભ પહોંચાડી શકે છે. જો આહારમાં પોષકતત્ત્વોની માત્રા અસંતુલિત હોય તો ત્વચા કઠોર અને ખરાબ થઈ શકે છે તેમજ ત્વચાનું આ રૂપ એક સમય પછી સુધારી શકાતું નથી. સંતુલિત અને પોષક તત્ત્વોયુક્ત આહારથી ત્વચાની સુંદરતા જળવાઈ રહે છે.

image source

૫. મેકઅપઃ વધારે પડતો મેકઅપ પણ ત્વચા માટે ઘણો હાનિકારક છે. વધારે મેકઅપ કરવાથી અને તેને બરાબર સાફ ન કરવાથી ત્વચાનાં રોમછિદ્રો બંધ થઈ જાય છે. જેને લીધે ખીલ, ફોડલીઓ વગેરે નીકળી શકે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપને બરાબર સાફ અવશ્ય કરી લેવો જોઈએ. ચહેરા પર વારંવાર બ્લીચિંગ કરાવવાથી પણ ત્વચાને નુકસાન પહોંચે છે. આ સિવાય આપણાં વસ્ત્રો, દિનચર્યા વગેરે પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત સિન્થેટિક વસ્ત્રો ત્વચામાં એલર્જી ઉત્પન્ન કરે છે જેને લીધે ત્વચામાં ચકમાં-નાની નાની ફોલ્લીઓ ઉત્પન્ન થઈ ખંજવાળ આવવા લાગે છે.

error: Content is protected !!