Posted By Admin
જાણી લો કઈ રીતે બનાવશો એકદમ સ્વાદિષ્ટ વઘારેલી મગની દાળ

આપણે દરેક લોકો જાણીએ છીએ કે મગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે મગ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે, અને આથી તેનું સેવન તમારા શરીરને જરૂરી પોષણ તત્વો પૂરું પાડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ વઘારેલી મગની દાળ.

સામગ્રી

  • 250 ગ્રામ મગની દાળ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી કાળા મરીનો પાઉડર
  • 4 સૂકા લાલ મરચા
  • ઝીણા સમારેલા લીલા મરચા
  • 4 લસણની કળીઓ
  •  બે લીંબુનો રસ ૨
  • ઝીણી સમારેલી ડુંગળી-
  • 1 આદુનો ટુકડો
  • બે ચમચી ગોળ
  • ઝીણી સમારેલી ધાણા ભાજી અને
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ મગની દાળને પાણીની અંદર બરાબર ધોઈ લો અને તેની અંદર રહેલું બધું જ પાણી નિતારી લો. ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર આ ડુંગળી ઉમેરી અને સોનેરી રંગની થાય ત્યાં સુધી પાકવા દો.
  2. હવે તેની અંદર હળદર લાલ મરચું પાઉડર લીલા મરચા લસણ અને અન્ય મસાલા નાખી બરાબર પાકવા દો, અને તેની અંદર અંદાજે એક ગ્લાસ જેટલું પાણી નાંખી 2 થી 3 મિનીટ સુધી પકાવો.
  3. ત્યારબાદ આ વઘાર ની અંદર અગાઉથી પલાળેલી મગની દાળ ઉમેરી દો, અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને ત્યાર બાદ અંદાજે ૧૦ મિનિટ સુધી આ મિશ્રણને પાકવા દો.
  4. ત્યારબાદ તેની અંદર ઉપરથી ગોળનો ભૂકો ઉમેરી દો અને આ મિશ્રણને એકદમ ઘટ્ટ થવા દો અને જ્યારે મિશ્રણ બરાબર ઘટ થઇ જાય ત્યાર બાદ ઉપરથી તેમાં ઝીણી સમારેલી લીલી ધાણા ભાજી ઉમેરી દો.
  5. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ વઘારેલી મગની દાળ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!