મોદી સરકારની નવી યોજના,આ લોકોને સરકાર દર વર્ષે આપશે 36 હજાર રૂપિયા..

જો તમારી આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે અને તમારી પાસે રીટાયરમેન્ટ  પછી કોઈ યોજના નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. મોદી સરકારની આ પેન્શન યોજના તમને મદદ કરી શકે છે. આ યોજના અંતર્ગત 60 વર્ષ પછી, તમને દર મહિને 3,000 રૂપિયા અથવા વાર્ષિક 36 હજાર રૂપિયા પેન્શન મળશે. 18 થી 40 વર્ષની વયના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનાનું નામ પીએમ શ્રમ યોગી માનધન યોજના (પ્રધાનમંત્રી શ્રમ યોગી મંડળ યોજના, પીએમ-એસવાયએમ) છે.

image source

માત્ર 55 રૂપિયાના યોગદાન સાથે મેળવો 3000 પેન્શન: આ યોજનામાં જુદી જુદી વય પ્રમાણે માસિક 55 રૂપિયાથી 200 રૂપિયા આપવામાં આવશે. જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો તમારે દર મહિને 55 રૂપિયાઆપવા પડશે. તે રીતે જો કોઈ 30 વર્ષની ઉમરે જોડાય છે, તો તેઓએ દર મહીને  100 રૂપિયાનું આપવા પડશે અને જે 40 વર્ષે જોડાય છે.

image source

તેઓએ 200 રૂપિયાનું યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમર લેશો, તો વાર્ષિક યોગદાન 660 રૂપિયા હશે. જો તમે આ 42 વર્ષે લ્યો છો, તો કુલ રોકાણ 27,720 રૂપિયા થશે. જે બાદ આજીવન દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. ખાતાધારક જેટલું યોગદાન આપશે, સરકાર તેના તરફથી સમાન તેટલું જ યોગદાન આપશે.

image source

કોણ ખાતું ખોલાવી શકે છે?: પીએમ-એસવાયએમ યોજના હેઠળ, અસંગઠિત ક્ષેત્રના લોકો ખાતું ખોલાવી શકે છે અથવા જે લોકોની આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે. અને વયમર્યાદા 18 થી 40 વર્ષ છે. જો તમારી પાસે પહેલેથી જ EPF / NPS / ESIC એકાઉન્ટ છે, તો તમે ખાતું ખોલી શકશો નહીં.

image source

કેવી રીતે રજીસ્ટર કરવું? પ્રધાનમંત્રી શ્રમયોગી મંડળ પેન્શન યોજનામાં નોંધણી માટે, નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ પછી,આધારકાર્ડ અને સેવિંગ ખાતું અથવા જન ધન એકાઉન્ટની માહિતી આઈએફએસસી કોડ સાથે આપવાની રહેશે. પાસબુક, ચેકબુક અથવા બેંક સ્ટેટમેન્ટ પુરાવા તરીકે બતાવી શકાય છે. ખાતું ખોલતા સમયે તમે નોમિનીની નોંધણી પણ કરી શકો છો.

image source

એકવાર તમારી વિગતો કમ્પ્યૂટરમાં નોંધાયા પછી, માસિક યોગદાનની માહિતી તમને સમયે-સમયે મળી જશે. આ પછી તમારે તમારું પ્રારંભિક યોગદાન કેશના રૂપમાં આપવું પડશે. આ પછી, તમારું ખાતું ખુલી જશે અને તમને શ્રમ યોગી કાર્ડ મળી જશે. તમે 1800 267 6888 ટોલ ફ્રી નંબર પર આ યોજના વિશેની માહિતી મેળવી શકો છો.

error: Content is protected !!