શરીરમાં ન થવા દેવી વિટામીન ડી ની ઉણપ, નહિ તો થઇ જશે આ ૫ બીમારીઓ, જાણો કેવી રીતે કરવી ઉણપ દુર…

આજકાલ લોકો એમના કામ માં એટલા વ્યસ્ત રહે છે કે તે પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતા, આમ તો એનું શરીર સમય સમય પર એના સ્વાસ્થ્ય માટે જણાવતું રહે છે. શરીર માં આવનારી કમજોરી, થકાવટ અને વગેરે પરેશાનીઓ શરીર ખરાબ હોવા માટે નો ઈશારો કરે છે. આજકાલ લોકો માં વિટામીન ડી ની પણ ખુબ જ ઉણપ જોવા મળે છે અને આ ઉણપ હોવાના કારણે તમને ગંભીર બીમારીઓ થઇ શકે છે, એટલા માટે વિટામીન ડી ની ઉણપ ન થવા દેવી, કારણ કે એની ઉણપ થવાથી તમારા શરીર માં આ પાંચ બીમારીઓ થઇ શકે છે, તો ચાલો જાણી લઈએ આ ૫ બીમારીઓ વિશે..

image source

હાડકા બને છે કમજોર : વિટામીન ડી ની ઉણપ હોવાના કારણે સૌથી ખરાબ અસર શરીર ના હાડકા પર પડે છે અને એની ઉણપથી હાડકા કમજોર થવા લાગે છે અને એમાં દુખાવો થવા લાગે છે. એટલા માટે જો તમને ઘણી વાર હાડકા માં દુખાવો થવાની ફરિયાદ રહે છે તો તમારા શરીર માં વિટામીન ડી ની ઉણપ થઇ શકે છે.

માંસપેશીઓ માં દુખાવો થવો : પગ અને હાથો ની માંસપેશીઓ માં દુખાવો થવો પણ વિટામીન ડી ની ઉણપ બતાવે છે, એટલા માટે જે જે લોકો ને માંસપેશીઓ માં દર્દ થતો હોય છે તે લોકો વિટામીન ડી ની ઉણપ ના શિકાર થઇ શકે છે. માંસપેશીઓ સિવાય વિટામીન ડી ની ઉણપ થવાથી દાંતો પર પણ ખરાબ અસર પડે છે.

image source

ઉચ્ચ રક્તચાપ : જો શરીર માં વિટામીન ડી ની ઉણપ થઇ જાય છે તો એનાથી શરીર નું બ્લડપ્રેશર વધી જાય છે, એટલા માટે જો તમારું બ્લડપ્રેશર વધારે હોય છે તો આ શરીર માં વિટામીન ડી ની ઉણપ હોવાનો સંકેત હોઈ શકે છે.

તનાવ અને ઉદાસી : વિટામીન ડી ની ઉણપ સૌથી વધારે મહિલાઓ માં જોવા મળે છે અને વિટામીન ડી ની ઉણપ જો કોઈ મહિલા માં હોય છે એની અસર એના મૂડ પર ખુબ જ પડે છે અને તે ઉદાસ રહેવા લાગે છે. એની સાથે જ ઘણી મહિલાઓ વિટામીન ડી ની ઉણપ હોવાથી તનાવ નો પણ શિકાર બને છે.

image source

સરળતાથી થાકી જવું : જે લોકો નું શરીર આસાની થી થાકી જતું હોય તે પણ આ વિટામીન ડી ની ઉણપ થી ગ્રસ્ત હોય શકે છે. સાથે જ કોઈ કામ કરવામાં આળસ આવવી પણ આ વિટામીન ડી ની ઉણપ ના કારણે જ થાય છે.

વિટામીન ડી ની ઉણપ ને પૂરી કરવાના ઉપાય : વિટામીન ડી ની ઉણપ ને પૂરી કરવા માટે બસ વિટામીન ડી યુક્ત ખોરાક નું વધારે સેવન કરવું. જો તમે માંસાહારી હોય તો તમે માછલી, ચીકન અને ઈંડા નું સેવન કરીને વિટામીન ડી ની ઉણપ પૂરી કરી શકો છો. જો તમે માંસાહારી ન હોય તો તમારેપાલક, દૂધ અને દહીં જેવી વસ્તુ નું સેવન ખુબ જ વધારે પ્રમાણમાં કરવું. આ બધી વસ્તુ નું સેવન કરવાની સાથે સાથે દરરોજ ધૂપ માં ૧૦ મિનીટ પણ જરૂર બેસવું, કારણ કે ધૂપ માં બેસવાથી શરીર ને વિટામીન ડી પાપ્ત થાય છે.

error: Content is protected !!