કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિનની ગોળીઓ ખાવાથી થાય છે આ નુકસાન

કોરોના વાયરસથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. કોરોના અને ચોમાસાને લીધે થતા ચેપથી તે લોકોને તેનો શિકાર બનાવે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ નબળી છે.રોગપ્રતિકારક શકતી વધારવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય અપનાવી રહ્યા છે. જેમાં ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા વિટામિનની ગોળીઓ લે છે.

 image source

આ  માટે નિષ્ણાતો કહે છે કે જો શરીરમાં વિટામિનની માત્રા વધારે હોય તો કોરોના તરત જ હુમલો કરતું નથી. આવી સ્થિતિમાં, લોકો વિટામિનની ગોળીઓ વધારે પ્રમાણમાં લઇ રહ્યા છે.પરંતુ શરીરમાં વિટામિનનું સ્તર વધારવા માટે તેની ગોળીઓ અને કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ભારતના વિવિધ શહેરોમાં એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જે વિટામિન્સની ગોળીઓના વધારે ઉપયોગને કારણે બીમાર પડ્યા છે.

 image source

વિટામિનનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વિટામિનનો વધુ પડતો ઉપયોગ પેટમાં બળતરા, ગળામાં દુખાવો અને થાક જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે. નિષ્ણાતોના મતે વિટામિન સપ્લિમેન્ટ્સનો ઉપયોગથી બચવું જોઈએ.

 image source

વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે, પરંતુ એક સંશોધન મુજબ શરીરમાં વિટામિન એનું પ્રમાણ વધી જવાથી આંખોને નુકસાન થાય છે. નિષ્ણાતોના મતે, વિટામિન એ ફક્ત ખોરાક મારફતે જ લેવું જોઈએ.ડો લક્ષ્મીદત્ત શુક્લાના મત અનુસાર વિટામિન એનું વધારે પ્રમાણમાં સેવન નુકસાનકારક બની શકે છે.જેના કારણે માથાનો દુખાવો, ઝાડા, વાળ ખરવા,થાક, ત્વચા સબંધિત, હાડકા અને સાંધાનો દુખાવો, હૃદયને નુકસાન અને યુવતીઓમાં અકાળે માસિક સ્રાવની સમસ્યા ઉભી થઈ શકે છે. સગર્ભા સ્ત્રીમાં, ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં વિટામિન એ લેવાથી બાળકને નુકસાન થઈ શકે છે.

 image source

અમેરિકન હાર્ટ એસોસિએશને શરીર પર વિટામિન ઇની અસર પર એક સંશોધન કર્યું હતું. આ સંશોધન મુજબ, વિટામિન ઇનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી આંખોની રોશની ઓછી થઈ શકે છે. જો તમે ખોરાકમાંથી વિટામિન ઇ લ્યો છો તો તે જોખમી નથી.તેનું વધુ પ્રમાણ  લોહીને પાતળું પણ બનાવે છે, તેથી કોઈ પણ સર્જરી અથવા ઓપરેશન પહેલાં તેની થોડી માત્રા પણ  ન લેવી જોઈએ.નહી તો તે નુકસાનકારક બની શકે છે.

 image source

વિટામિન ડી વધારે માત્રામાં લેવાથી ઘણા ગેરફાયદા થાય છે. તે એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે જે કોષોને નુકસાન થવાથી બચાવે છે.પરંતુ વધુ પડતા સેવનને કારણે, શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જેના કારણે શરીરમાં ઘણી પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે, જેમ કે ભૂખ ઓછી થવી, વારંવાર પેશાબ કરવો, નબળાઇ આવવી,તેમજ હાર્ટ એટેક થવાનું જોખમ પણ વધે છે.

error: Content is protected !!