કોણ હતી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી? જાણો ક્યાં ઘરમાં કરે છે વાસ

ધન ની દેવી માતા લક્ષ્મી વિશે તો પૂરો સંસાર જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે એની એક મોટી બહેન પણ હતી, જેનું નામ હતું દેવી અલક્ષ્મી. માતા લક્ષ્મી ધન ની દેવી છે, જયારે માતા અલક્ષ્મી એના વિપરીત ગરીબી અને દરિદ્રતા ની દેવી છે. શાસ્ત્રો માં માતા અલક્ષ્મી ને દુર્ભાગ્ય ની દેવી કહેવામાં આવે છે. એટલા માટે કોઈ પણ ઘરમાં એની તસ્વીર નથી લગાવવામાં આવતી. તો ચાલો જાણી લઈએ એના વિશે..

image source

લોકકથાઓ પ્રમાણે સમુદ્ર મંથન વખતે જ્યારે રત્નો નિકળ્યાં તો તેની વચ્ચે કેટલાક ઉપરત્નો પણ નિકળ્યાં. તેમાંથી એક દેવી અલક્ષ્મી હતી. કેટલીક માન્યતાઓ પ્રમાણે સમુદ્રથી વારુણી અર્થાત્ મદિરા લઈને નિકળનારી સ્ત્રી જ અલક્ષ્મી હતી, મદિરાને ભગવાન વિષ્ણુની અનુમતિથી દૈત્યોને આપવામાં આવ્યું હતું.

image source

માન્યતા પ્રમાણે દેવી લક્ષ્મીની જેમ જ અલક્ષ્મીનું ઉદગમ પણ સમુદ્રમાંથી થયું હતું, જેને લીધે અલક્ષ્મીને દેવી લક્ષ્મીની મોટી બહેન કહેવામાં આવે છે. દેવી અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક નામના મુનિ સાથે થયાં હતાં. જ્યારે દેવી અલક્ષ્મીને લઈને તેઓ પોતાના આશ્રમમાં ગયા તો અલક્ષ્મીએ તે આશ્રમમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી. જ્યારે મુનિએ તેનું કારણ પૂછ્યું તો દેવી અલક્ષ્મીએ કહ્યું કે તે કેવા ઘરમાં નિવાસ કરે છે અને કઈ જગ્યાએ પ્રવેશ નથી કરતી. દેવી અલક્ષ્મી દ્વારા બતાવેલી વાતથી ધનહાનિનું કારણ અને તેનાથી બચવા માટે આસાનીથી જાણકારી મેળવી શકાય છે.

image source

દેવી અલક્ષ્મીના જણાવ્યા મુજબ તે માત્ર એવા ઘરોમાં જઈને રહે છે, જે ઘર ગંદા રહેતા હોય, જ્યાં લડાઈ ઝગડા થતા હોય અને ઘરના લોકો દ્વારા અધર્મ કે ખોટા કામ કરવામાં આવતા હોય. જે લોકો પોતાના ઘરને સાફ રાખે છે અને રોજ ભગવાનની પૂજા અર્ચના કરે છે, ત્યાં અલક્ષ્મી પ્રવેશ નથી કરી શકતા. કેમ કે તે ઘરોમાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.

image source

જરૂર રાખો ઘરની સફાઈ

એટલા માટે તમે લોકો પણ તમારા ઘરની સફાઈ રાખતા રહો અને રોજ પૂજા કરો. એમ કરવાથી તમારા ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ નહિ થાય અને તમારુ જીવન સુખોથી ભરેલું રહે છે. અને તમે તમારા ઘરમાં જો ગંદકી ફેલાવી રાખો છો, અને ઘરની સફાઈ નથી કરતા તો ઘરની અલક્ષ્મી બિરાજમાન થઇ જાય છે, અને અથાગ પ્રયાસ કરવા છતાં પણ તમે ગરીબ જ બનીને રહો છો, અને ઘરમાં દરેક વખતે તણાવનું વાતાવરણ જળવાઈ રહે છે.

error: Content is protected !!