Posted By Admin
ઝાડીઓની વચ્ચે થી આવતો હતો આવાજ જઈને જોયું તો ઉડી ગયા બધાના હોશ

ભારત દેશની અંદર હાલમાં એક સ્લોગન આપવામાં આવ્યું છે બેટી બચાવો બેટી પઢાવો. પરંતુ હકીકતમાં આ કાર્ય માત્ર ચોપડાઓ પૂરતું જ સીમિત થઈ ગયું છે. કેમ કે, આજના સમયમાં કોઈ પણ લોકોને દીકરી ની જરૂર હોતી નથી અને આવી જ વસ્તુ એક બની છે ઝારખંડના રાંચી વિસ્તારમાં.

મળતી જાણકારી અનુસાર એક નાની નવજાત બાળકીને તેના માતા-પિતા દ્વારા તરછોડી દેવામાં આવી હતી અને તેના માતા-પિતાએ આ બાળકીને જંગલની અંદર એમનેમ નીચે રાખીને જતા રહ્યા હતા, અને જંગલની અંદર રહેવાના કારણે તે બાળકીની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી. કે તેની જો યોગ્ય સારવાર ન મળે તો તે મૃત્યુ પામત.

પરંતુ જ્યારે આસપાસના ગામના લોકો એ એ જંગલમાંથી આવતા અવાજને સાંભળ્યું ત્યારે લોકો કુતુહલપૂર્વક જંગલમાં થી આવતા અવાજ પાછળ દોડી ગયા, અને જ્યારે તે જંગલની અંદર જઈને જોયુ ત્યારે જે નજારો તેની સામે આવ્યો હતો તે રુવાડા ઉભા કરી દે તેવો હતો. એક નવજાત બાળકી જંગલી જાળીઓની વચોવચ પડી હતી અને તેની આસપાસ કેટલી બધી કીડીઓ એ ઘેરી લીધી હતી.

અને આ કીડીઓ દ્વારા ડંખ મારવાના કારણે તે બાળકી ખુબ જ રડી રહી હતી. જ્યારે ગામના લોકોએ આ નજારો જોયો કે તરત જ તે બાળકીને ઉપાડી લઈ અને હોસ્પિટલે લઇ ગયા અને તેને પ્રાથમિક સારવાર આપી, અને ત્યાંના લોકોનું કહેવું છે કે જો તે આ બાળકી પાસે પહોંચવામાં થોડી પણ દેર કરી દે તો તે બાળકી પોતાનો જીવ ગુમાવી દે.

ત્યાર બાદ આ કેસ પોલીસ પાસે પહોંચ્યો અને પોલીસે આ બાળકીના માતા-પિતા ગોતવાનું શરૂ કર્યું છે. પરંતુ હાલ હજી સુધી આ બાળકીના માતા-પિતા કોણ છે અને કોણ વ્યક્તિ તેને આ જંગલની અંદર મુકીને ગયું છે તે રહસ્ય હજી સુધી અકબંધ છે. પરંતુ સદનસીબે તે બાળકીનો જીવ બચી ગયો છે અને આજે તે પોલીસની દેખરેખમાં છે અને હજી પણ તેના માતા-પિતાની શોધખોળ શરૂ છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!